કહાવલી જૈન ધર્મગ્રંથ છે જે પ્રાકૃત ભાષામાં લખાયેલો છે.
કહાવલી કે કથાવલીશ્વેતામ્બરજૈનાચાર્ય ભદ્રેશ્વરસૂરિ દ્વારા મહારાષ્ટ્રી પ્રાકૃતમાં રચાયેલો પૌરાણિક ગદ્ય કથાકોશ છે. કથાવલીમાં પહેલી જ વાર વર્તમાન અવસર્પિણી કાળના ૨૪ તીર્થંકરો, ભાવિ તીર્થંકરો, ચક્રવર્તીઓ, બલદેવો, વાસુદેવો, પ્રતિવાસુદેવો, નારદો જેવાં મહાપુરૂષોનાં અને હરિભદ્રાચાર્ય સુધીના મહાન જૈનધર્મનાયકોનાં કથાનકો મળે છે. આ દૃષ્ટિએ તેનું સ્થાન સાહિત્યમાં અત્યંત અગત્યનું છે. વિદ્વાનોના મતે તેની રચના ૧૨મી સદીમાં થઈ હોવાનું સંભવ છે.